April 26, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

બંન્ને ટ્રક ચાલક-ક્‍લિનર ઘાયલ થયાઃ સદ્‌નસીબે જાનહાની ટળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ગુજરાત મહારાષ્‍ટ્રને જોડતા કપરાડા-નાસિક સ્‍ટેટ હાઈવે ઉપર આવેલ કુંભઘાટ છેલ્લા ઘણા વર્ષોથી મોતનો ઘાટ બની રહેલ છે. સપ્તાહમાં એકથી વધારે ટ્રક પલટી જવાની ઘટનાઓ નિરંતર બની રહી છે. ગતરોજ સાંજના વધુ બે ટ્રક કુંભઘાટમાં નીચે ઉતરતા પલટી મારી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનર ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. બે ટ્રક પાસ પાસે પલટી મારી જતા ટ્રાફિક જામ થયો હતો પરંતુ પોલીસે ક્રેઈન દ્વારા ટ્રક ખસેડી લેતા વાહન વહેવાર રાબેતા મુજબસ્‍થિર થયો હતો.
કપરાડા નજીક આવેલ કુંભઘાટમાં ગતરોજ એક ખાતર ભરેલ અને એક પેપર રોલ ભરેલી બે ટ્રક નજીક નજીક બ્રેક ફેલ થતાં પલટી મારી ગઈ હતી. કુંભઘાટમાં વળાંકો જોખમી અને ચઢાણ-ઉતરાણ વાળા વધુ હોવાથી ટ્રક ચાલકો વારંવાર ટ્રકનો કાબુ ગુમાવતા હોય છે. પરિણામે નિરંતર અકસ્‍માત થતા રહે છે. પ્રત્‍યેક સપ્તાહે એક-બે ટ્રક પલટી મારવાના બનાવ બને છે. ક્‍યારેક તો આખી ટ્રક ખીણોમાં ગરકાવ થતી હોવાના જીવલેણ બનાવો ભૂતકાળમાં નોંધાયેલા છે.

Related posts

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

Leave a Comment