January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

છીરી જેવા હિન્‍દી ભાષી વિસ્‍તારોમાં ભોજપુરી કલાકારો ઓઉમેદવારોએ પ્રચાર માટે ઉતાર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
આગામી તા.19 ડિસેમ્‍બરના રવિવારના રોજ વાપી તાલુકાની 24 ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે. જેનાપ્રચારના આજે અંતિમ દિવસે છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ઉમેદવારોએ ચરમસીમાએ પ્રચાર કર્યો હતો. બાઈક અને કાર રેલી પણ ગામડાઓમાં નિકળી હતી.
વાપી તાલુકાના 24 ગામોમાં આગામી રવિવારે પંચાયતોની સામાન્‍ય ચૂ્‌ંટણી યોજાનાર છે તેથી સરપંચ સહિત વિવિધ પેનલોના ઉમેદવારોએ આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી એડીચોટીનું જોર લગાવ્‍યું હતું. તેમાં પણ છીરી જેવા 80 ટકા ઉપરાંત હિન્‍દી ભાષી મતદારો હોવાથી મતદારોને આકર્ષવા માટે ભોજપુરી કલાકારો ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે જોતરાયા હતા. વાપી આસપાસના ગામો મોટાભાગે માઈગ્રન્‍ટ મતદારોનો વિસ્‍તાર છે. તેથી નોંધાયેલા મતદારો માત્ર 20 ટકા જેટલા જ છે. બલીઠા, છીરી, ચણોદ, છરવાડા જેવા ગામો વસ્‍તીની દૃષ્‍ટિએ 20 થી 30 હજારની છે પણ એ પૈકી મતદારો માત્ર 20 ટકા હોવાથી ચૂંટણી મતદાનની ભારે રસાકસી રહેવાની છે. ઓછા મતદારો અને ત્રીપાંખીયો, ચતુર્થ પાંખીયો જંગ મોટાભાગના ગામોમાં છે તેથી પંચાયતોની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.

Related posts

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment