April 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતતંત્રી લેખપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નાયબ પોલીસ અધિક્ષક મનોજ ચાવડાએ પોલીસ વિભાગની સેવાઓ, પોલીસની કામગીરી તથા પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમ જણાવ્‍યું હતું. કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડશે તેવી ખાતરી તેમણે આપી હતી. વિદ્યાર્થીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત લેવા અને પોલીસને મિત્ર સમજવા પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. જિલ્લા ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ તથા મહિલ અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. એડવોકેટ શોભનાદાસે મહિલાલક્ષી વિવિધ કાયદાઓ, મહિલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.ડી.જાનીએ સાઇબર ક્રાઇમ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના જાગૃતિબેન ટંડેલ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક ધારાબેન કાપડીયાએ તેમના વિભાગને લગતી કામગીરી અંગે સૌને વાકેફ કર્યા હતા. ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનના કાઉન્‍સેલર કંચનબેન ટંડેલે હેલ્‍પલાઇનની મોબાઇલ એપ ડાઉનલોડ કરાવી તેનો મુશ્‍કેલીના સમયમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સવિસ્‍તર સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં લો કોલેજના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્‍ટાફ તેમજ મહિલા વિંગની વિવિધ યોજનાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ ગૌરાંગભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનની બાળકો સાથે કેક કાપી કરેલી ઉજવણી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

Leave a Comment