December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

બેઠકમાં લોકોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના મસાટ ગ્રામ પંચાયત સ્‍થિત મસાટ પાદરી પાડા ખાતે સરપંચ શ્રી રંજીતભાઈ લીમજીભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં સામાન્‍ય જનતા માટે એક રાત્રિ ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન તા.29/12/021ના રોજ કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ)ઉપનિયમ-ર0ર1 કે જે તા. 26/01/2022થી સંઘપ્રદેશોમાં લાગુ કરવામાં આવશે. આ રાત્રિ ચૌપાલ(ચોતરા) બેઠકમાં જિલ્લા પંચાયતના વિકાસ અને આયોજન અધિકારી, પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્‍ય, ગ્રામ પંચાયતના સભ્‍ય, પંચાયત સચિવ અને સામાન્‍ય જનતા ઉપસ્‍થિત રહી હતી.
આ ચૌપાલ(ચોતરા)બેઠક દરમિયાન ઉપસ્‍થિત લોકોને ઉત્‍પન્ન થતાં વિવિધ શ્રેણીઓ જેવી કે, બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, નોન-બાયોડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો-મેડિકલ વેસ્‍ટ, કંન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલીશન વેસ્‍ટ અંગે જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે પંચાયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા પ્રમાણના નિરીક્ષણ માટે ગ્રામ પંચાયત દીઠ બનાવવામાં આવેલા વોટ્‍સએપ ગ્રુપની પણ જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રુપમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍યો, બીડીઓ અને પંચાયત સેક્રેટરી સામેલ છે.
ચોતરા બેઠકમાં લોકોને બાયો ડિગ્રેડેબલ, રિ-સાયકલ કચરો, નિર્દિષ્‍ટ જોખમી કચરો, બાયો મેડિકલ કચરાની બાબતમાં જાણકારી આપતા પેમ્‍ફલેટ પણ વિતરીત કરવામાં આવ્‍યા હતા. લોકોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્‍થિત અધિકારીઓએ આમ લોકોને જણાવ્‍યું હતું કે, અગામી તા.ર6મી જાન્‍યુઆરી, ર0રર સુધી દાનહના દરેકગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિક આવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવશે, જેથી જનતાને સોલીડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવી શકાય.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍વચ્‍છ, સુંદર અને હરિયાળુ બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે પ્રદેશના નાગરિકોને વધુ જવાબદાર બનાવી સ્‍વચ્‍છતા તરફ વાળવા પ્રશાસનિક પ્રયાસો તેજ બન્‍યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મસાટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રંજીતભાઈ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

Leave a Comment