October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

બંધ પડેલા વાહનના ચાલકોએ પેટ્રોલ પંપ પર ધસી આવી કરેલી ઉગ્ર રજૂઆતને માન્‍ય રાખતા પંપના માલિકે વાહનોને થયેલું નુકસાન ભરપાઈ કરવાની આપવી પડેલી બાહેંધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ તાલુકાના ભિલાડ-સંજાણ રોડ ઉપર કાર્યરત નાભ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવનાર વાહનો બંધ પડી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાહનોની બંધ પડી જવાની લાગેલી કતારે ચાલકોએ પેટ્રોલ પંપ પર ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું છે કે નહીં એની ખરાઈ માટે બોટલમાં પેટ્રોલ ભરી ચેક કરવામાં પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થયું હોવાનું પુરવાર થવા પામ્‍યું હતું. આ ઘટના વધુ ઉગ્ર સ્‍વરૂપ ધારણ ન કરે એના માટે પેટ્રોલ પંપના માલિકે વાહન ચાલકોને નુકસાનીની ભરપાઈ કરવાની બાહેંધરી આપવી પડી હતી. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ થવાની ઘટના વાહન ચાલકો માટે આફતરૂપ સાબિત થવા પામી હતી. આ ઘટનામાં તંત્રએ તપાસ હાથ ધરવાની જરૂરિયાત જણાઈ રહી છે. પેટ્રોલમાં પાણીનું મિશ્રણ કેવી રીતે થવા પામ્‍યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Related posts

દાનહના પીપરિયાની સનપેટ ઈન્‍ડિયા પ્રા.લિ.ના 300 જેટલા કામદારોએ લઘુત્તમ વેતન નહીં મળતાં પાડેલી હડતાળ

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

Leave a Comment