October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: જિલ્લા કક્ષા સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના રમતગમત ક્ષેત્રમાં સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્‍લીશ મીડીયમના વિદ્યાર્થીઓએ ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કર્ષ દેખાવ કર્યો હતો. જિલ્લા કક્ષાની આ ટૂર્નામેન્‍ટ પારડી ડીસીઓ સ્‍કૂલ ખાતે યોજાઈ હતી. ચેસ ટૂર્નામેન્‍ટમાં અંડર-17 પૂજા બિશ્નોઈ ત્રીજા નંબર પર અને અંડર-19માં શ્રુતિ મોરિયા બીજા નંબરે પસંદગી પામી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓને તાલીમ પીટી શિક્ષક પ્રિયાંક પટેલ દ્વારા આપવામાં આવી હતી. બંને વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્‍છા સંસ્‍થાના મેનેજમેન્‍ટ ટ્રસ્‍ટી કપિલ સ્‍વામીજી, ડિરેક્‍ટર શૈલેષ લુહાર, એડમીન ડિરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, શાળાના આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ અને તમામ શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

વિધાનસભા બેઠકના પ્રવાસી વિસ્‍તારક મુંબઈના કૃષ્‍ણા આબેકરએ વાપી ભાજપ સાથે મીટિંગ યોજી

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment