(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ પારડી બજારમાં બાળક અને પુરુષ પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો. ત્યારે આ રખડતા ઢોરોનું નિયંત્રણ કરવા માટે પારડી નગરપાલિકાની ટીમ દ્વારા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પારડી પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસારના માર્ગદર્શન હેઠળ સેનેટરી વિભાગના ભાવેશ પટેલ સુપરવાઇઝર પંકજ ગરણીયા તેમજ સફાઈ કામદારોની ટીમ સાથે રહી પારડી નગરના ચાર રસ્તા બ્રિજ અભિનવ પાર્ક બસ સ્ટેન્ડ સર્કલ સિવિલ રોડ પાસેથી રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા. જેમાં ચાર ગાય, એક વાછરડું, ત્રણ બળદ સહિત 8 જેટલા રખડતા ઢોરોને પકડી ઉમરસાડી દેસાઈ વાડ ખાતે આવેલ કામધેનું ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી ચાલુ રહેશે હોવાનુંજણાવ્યું હતું.

Next Post