September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્‍ચે આવેલ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે પરાશક્‍તિમાં વિશ્વંભરી માતાના દર્શન કરવા શ્રાવણ માસની શરૂઆતથી જ મોટી સંખ્‍યામાં દર્શનાર્થીની ભીડ ઉમટી પડી છે. દર્શને આવતાં નાના-મોટા એમ સૌને પ્રાકૃતિકવાતાવરણમાં આવેલ વિશાળ પરીષરમાં નિરવ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે.
આ ધામની અલૌકિક પાઠશાળામાં માં વિશ્વંભરી માતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન અને હિમાલયની ગુફમાં શિવલિંગના દર્શન કરી શ્રધ્‍ધાળુઓ ધન્‍યતા અનુભવી રહ્યાં છે. તદુપરાંત આ ધામમાં આવેલ ગોકુલધામમાં શ્રીકૃષ્‍ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત, નંદબાબાની કુટીરની આબેહુબ પ્રતિકૃતિ તેમજ વૈકુંઠધામમાં ગીરગાયોની સ્‍વચ્‍છતાના નમૂનેદાર એવી આદર્શ ગૌશાળા અને પંચવટીમાં શ્રીરામ, સીતામાતા તથા લક્ષ્મણજીની પ્રતિમાના દર્શન કરીને તો દરેકના હૃદય પુલંકિત થઈ જાય છે. અદભુત અને અલૌકિક એવી આ ધામની રચના ખરેખર પૃથ્‍વી પર સ્‍વર્ગલોકની અનુભૂતિ કરાવે છે.
આ તીર્થયાત્રા ધામ સમસ્‍ત જગતને સર્વોપરી શક્‍તિ માં વિશ્વંભરીનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રધ્‍ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો”, ઓરીજીનલ ભક્‍તિનો રાહ બતાવી રહ્યું છે. ન્‍યાત-જાત, ઊંચ-નીચ,સ્ત્રી-પુરુષ કે અમીર-ગરીબના કોઈ ભેદભાવ રાખ્‍યાં વિના આ ધામ સનાતન ધર્મ અને સનાતન સંસ્‍કૃતિનો રાહ બતાવી રહ્યું છે. સત્‍ય-અસત્‍યનો ભેદ બતાવીને ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે સમગ્ર જગતમાં આ દિવ્‍ય ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે. અહિંયા જ્ઞાન, ભક્‍તિ અને કર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળેછે.

Related posts

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment