January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

ધારાસભ્‍યના માર્ગદર્શન હેઠળ વલસાડ કલેક્‍ટર-સિવિલ સપ્‍લાય સુધી ફરિયાદ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ધરમપુરની એચ.પી. ગેસ એજન્‍સીની છેલ્લા એક મહિનાથી લાલીયાવાડી ચાલી રહી છે. કલાકો સુધી લાઈન લગાવો તો પણ ગેસ સિલેન્‍ડર નહી મળતું હોવાથી મામલો ગરમાયો છે. આજે ધારાસભ્‍ય અનંત પટેલનામાર્ગદર્શન હેઠળ એચ.પી. ગેસ એજન્‍સી વિરૂધ્‍ધ વલસાડ કલેક્‍ટર તથા સિવિલ સપ્‍લાય અધિકારીને લેખિત ફરીયાદ કરવામાં આવી હતી.
ધરમપુરમાં કાર્યરત એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા સમયસર ગેસના સિલેન્‍ડર આપવામાં આવી રહ્યા નથી. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે પરંતુ સ્‍થિતિ ઠેર ની ઠેર છે. એજન્‍સી તરફથી ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે ઉપરથી સપ્‍લાય નથી આવતો. છેલ્લા બે ત્રણ અઠવાડીયાથી ગેસ સિલેન્‍ડરની ભારે રામાયણ ચાલી રહી છે. મોંઘવારીના સમયમાં આમ સામાન્‍ય આદિવાસી જેમ તેમ કરી સિલેન્‍ડરના પૈસા ભેગા કર્યા હોય પણ બીજી તરફ સિલેન્‍ડર મળતા નથી તેથી ધરમપુર તા.પં.ના સભ્‍ય કલ્‍પેશભાઈ પટેલ ગેસ એજન્‍સીમાં લેખિત ફરિયાદ કરી ગેસ સિલેન્‍ડરની સમસ્‍યા નહી ઉકેલાય તો લોક આંદોલન કરી એજન્‍સી બંધ કરાવવાની ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment