October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: ભાજપા શાસિત ઉમરગામ પાલિકાની અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ સહિત મહત્‍વની સમિતિ અને સમિતિના અધ્‍યક્ષ માટે નજીકના સમયમાં રચનાની કામગીરી થવાની છે. આ મહત્‍વના હોદ્દા હાસલ કરવા માટે પાલિકાના કાઉન્‍સિલરોમાં લોબિંગ અને બેઠકનો દોર ચાલુ થઈ જવા પામ્‍યો છે. ભાજપા મોવડી મંડળ સમય પર અણધારીયા નામની જાહેરાત કરવા માટે જાણીતું છે અને એનો અનુભવ ઉમરગામ પાલિકાને ભૂતકાળમાં થયેલો પણ છે. હાલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ અને કારોબારી અધ્‍યક્ષ તરીકે ઘણા નામો સામે આવી રહ્યા છે. આજરોજ મોવડી મંડળના એક સભ્‍ય ગણાતા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે ઉમરગામ ખાતે આવેલી પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી સચિનભાઈકોન્‍ટ્રાક્‍ટરની કચેરી ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ અને પાલિકાના વહીવટ ક્ષેત્રે વિસ્‍તૃત ચર્ચા થવા પામી હતી. જે ચર્ચામાં શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટર ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર સમક્ષ પાલિકાના પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારીની પસંદગી કરવા ભલામણ કરી હતી. આ બેઠક ઉમરગામ પાલિકાના કાઉન્‍સિલરોમાં ચર્ચાને કેન્‍દ્રસ્‍થાને આવી જવા પામી છે. આ ચર્ચા બાદ ઘણી અટકળો વહેતી થઈ રહી છે. શ્રી સચિનભાઈની ભલામણ બાદ શ્રી ગણેશભાઈ બારીને પ્રમુખ તરીકે નિヘતિ ગણવા એ પ્રકારની ચર્ચા પણ સભ્‍યોમાં જોવા મળી રહી છે.

Related posts

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

Leave a Comment