January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

  • ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

  • પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલે પણ કાર્યકરોને આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે સેલવાસ ખાતે અટલ ભવનમાં સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જરે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્‍યું હતું.
સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત સદસ્‍યતા અભિયાન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આજની કાર્યશાળામાં વિડીયો અને પીપીટીના માધ્‍યમથી ઉપસ્‍થિત કાર્યકર્તાઓને સદસ્‍યતા અભિયાન અંગે વિસ્‍તારથી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આજની કાર્યશાળાને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી ડો. અલ્‍કા ગુર્જર, પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલેપોતાના સંબોધનમાં સદસ્‍યતા અભિયાન અંગે માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
આજે સદસ્‍યતા અભિયાન અંતર્ગત મિસ્‍ડકોલ નંબર 8800002024નું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું અને આ રાષ્‍ટ્રીય નંબર ઉપર 1 સપ્‍ટેમ્‍બર, 2024થી મિસ્‍ડકોલ કરી ભાજપનું સભ્‍યપદ ગ્રહણ કરી શકાય છે.

Related posts

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

વલસાડના યુવકે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં 6126 મીટર ઉંચો માઉન્ટ યુનામ સર કરી તિરંગો લહેરાવ્યો

vartmanpravah

Leave a Comment