(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના જીઍસટી કમિશ્નર શ્રી ગૌરવ સિંહ રાજાવતની આગેવાની હેઠળ નાની દમણમાં મૂન સ્ટાર શોરૂમ પર દરોડા પાડ્યા હતા. મૂન સ્ટારના શોરૂમમાં જીઍસટીની તપાસ ચાલુ છે. અધિકારીઓઍ હજુ સુધી તપાસ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.
પ્રા માહિતી અનુસાર, જીઍસટી શુક્રવારે નાની દમણ સ્થિત મૂન સ્ટાર શોરૂમમાં જીઍસટીની રેડ પડી છે. આ અોપરેશનમાં કમિશ્નર શ્રી ગૌરવ સિંહ રાજાવતની આગેવાનીમાં નાયબ જિલ્લા કલેક્ટર શ્રી મોહિત મિશ્રા અને અન્ય અધિકારીઅોઍ દરોડા પાડ્યા હતા.અધિકારીઓઍ હજુ સુધી તપાસ અંગે કંઈપણ જાહેર કર્યું નથી.