Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

(…ગતાંકથી ચાલુ)
શ્રીમતી મંગેશકર આવશે એ તો નક્કી જ હતું છતાં કોઈ પણ રીત તેઓ નિર્ધારિત સમયે પહોંચી નહીં શકે એનો ખ્‍યાલ આવતાં પ્રથમ વિચાર એ થયો કે અન્‍ય કલાકારોએ કાર્યક્રમની શરૂઆત કરવી અને પછી આ અકસ્‍માતની ખબર શ્રોતાઓને આપવી. પરંતુ આ પહેલાં નાગપુરમાં આવો જ એક કાર્યક્રમ રદ્‌ કરવો પડયો હતો ત્‍યારે પ્રેક્ષકોએ ફર્નિચરની તોડફોડ કરી હતી, સભામંડપ બાળી નાખ્‍યો હતો અને સંયોજકોને માર પણ પડયો હતો. એ અનુભવ ધ્‍યાનમાં રાખીને એમ નક્કી થયું કે, સુધીર ફડકેએ સ્‍ટેજ પર જઈને સાચી પરિસ્‍થિતિ જણાવવી, અને આ ટિકિટો પર જ દસબાર દિવસ પછી ફરીથી કાર્યક્રમ આયોજિત કરવો તથા જેને પોતાના પૈસા પાછા જોઈતા હોય તેમને આપી દેવા. પરંતુ આヘર્યની વાત એ બની કે સુધીર ફડકેએ આ બધી હકીકત પ્રેક્ષકોને જણાવી ત્‍યારે એક બે અપવાદને બાદ કરતાં કોઈએ કોઈ ઉહાપોહ કર્યો નહીં. એટલું જ નહીં, રાત્રે સાડા અગિયાર સુધીમાં તો થિયેટર એકદમ ખાલી થઈ ગયું અને આયોજકો પણ સુધીર ફડકેના બંગલા પર પહોંચીને બાકીની વ્‍યવસ્‍થા કરવામાં લાગી ગયા.
આ બાજુ શ્રીમતી મંગેશકરની ગાડી રાત્રે સાડા અગિયાર વાગેકાર્યક્રમ સ્‍થળે પહોંચી ત્‍યારે બધે જ અંધારૂં હતું. પોતાનો નાગપુરનો કાર્યક્રમ રદ્‌ થવાથી પ્રેક્ષકોએ જે ધમાલ કરી હતી તે પરથી તેમની એવી ધારણા બંધાઈ કે પ્રેક્ષકોએ અહીં પણ એવી જ ધમાલ કરી હશે. સુધીર ફડકેને કદાચ શારીરિક ઇજા પણ પહોંચીય હોય એવી આશંકાથી તેઓ તર જ તેમના બંગલે પહોંચ્‍યા. દાદરા ચઢતાં જે તેમણે સુધીર ફડકેને સહીસલામત સામે જોયા. પરંતુ અત્‍યાર સુધીની ચિંતા અને માનસિક તણાવને કારણે બારણામાં જ મૂર્છાવશ થયાં. દાક્‍તરી સારવાર પછી સવારે જ્‍યારે તેઓ સ્‍વસ્‍થ થયાં ત્‍યારે બીજી કોઈ પણ તારીખ નક્કી કરવાની વિનંતી કરી. તે અનુસાર 2 મે 1954ના દિવસે યોજાયેલો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો. આ કાર્યક્રમમાંથી એકઠા થયેલા ભંડોળમાંથી દાદરા નગર હવેલી મુક્‍તિસંગ્રામની શરૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમના સંદર્ભમાં બનેલા એક નાનકડા છતાં કાર્યકર્તાઓની સ્‍મૃતિમાં દીર્ઘકાળ રહે તેવા પ્રસંગનો ઉલ્લેખ અહીં અવશ્‍ય કરવો જોઈએ. શ્રીમતી મંગેશકરના અન્‍ય સહયોગી કલાકારોમાં એક મહત્ત્વનું નામ હતું પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રી મહમ્‍મદ રફી સાહેબનું. માતૃભૂમિની મુક્‍તિ માટે થનારા આ ઉપક્રમ માટે તેઓ પણ અન્‍ય યુવાનો જેટલા જ ઉત્‍સાહિત હતા. કાર્યક્રમમાંથી પાછા ફરતી વખતે પુણેથી મુંબઈની ટિકિટ લેવા જતા નાના કાજરેકરનેતેમણે તરત જ રોક્‍યા અને કહ્યું, ‘અમારી ટિકિટો હું જ લઈશે. આ માતૃભૂમિ તમારા જેટલી જ મારી પણ છે. ‘आप कुरबानी देने जा रहे हैं और हम आपके पैसे से कटाई टिकट लेकर मुंबई जायेंगे यह इन्सानियत नहीं है।’ ઈ.સ.1954ના એ વાતાવરણમાં આ પ્રસંગે સૌને સુખદ અનુભવ કરાવનારો રહ્યો.
આમ આવા અનેક નાના, મોટા, સુખદ, દુઃખદ પ્રસંગોમાંથી યોજના આગળ વધતી હતી. આ યોજનામાં સહભાગી થનારા સૈનિકોની સરાસર ઉંમર હતી 26 વર્ષ, પણ તેમનો ઉત્‍સાહ અને નિષ્‍ઠા વખાણવા લાયક હતાં. શષાોનો કોઈ અભ્‍યાસ ન હતો પણ તેના વપરાશ માટે કાંડામાં જે તાકાત જોઈએ એ તેમની પાસે હતી. આવી યોજના સફળ બનાવવા માટે આવશ્‍યક કાર્યકુશળતા અને જવાબદારીની ભાવના તેમની પાસે હતી. તેમની ક્ષમતાનો ખ્‍યાલ આપતાં એક બે ઉદાહરણો નોંધપાત્ર છે.
આ યોજનાના એક કાર્યકર્તા શ્રી પિંપુટકરની એક વિશેષતા એ હતી કે તેઓ અવારનવાર વેષપલટો કરીને શહેરમાં ફરતા રહેતા. વિખરાયેલા વાળ, મોટાં ચિત્રોવાળું શર્ટ, ‘કાઉબૉય’ પેન્‍ટ, ફાટેલાં ચંપલ, કાન પાછળ ખાસ દેખાય તેમ ગોઠવેલું સિગારેટનું ઠૂંઠું એવો વેષ દારૂનો અડ્ડો શોધવા માટે તેઓ વાપરતા, તો ક્‍યારેક લેંઘો અને શર્ટ તથા ગાંધીટોપી પહેરીને, કપાળે ચંદન-તિલક કરીનેદેવદર્શને જતા. જતાં આવતાં સ્‍તોત્રપાઠ પણ કરતા રહેતા. શાકબજારમાં, કરિયાણાની દુકાનમાં ખરીદી કરતા અને તે દરમિયાન ક્‍યાંય ભેળસેળવાળો માલ વેચાતો હોય તો તેના નમૂના લેવાનું ચૂકતા નહીં.
દાદરા નગર હવેલી સંગ્રામ યોજના સાથે સંબંધિત એક ઘટનામાં એક વાર શ્રી પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે એક અડ્ડા પરથી યોજનાપૂર્વક મોટો દારૂનો જથ્‍થો પકડાવ્‍યો હતો. તેમના કાર્ય માટે રમણ ગુજર અને નાના કાજરેકરને એ અડ્ડાના માણસોએ ખૂબ માર માર્યો હતો. તે બદલ પોલીસ સ્‍ટેશને ફરિયાદ કરવામાં આવી અને આરોપીઓને પકડવામાં પણ આવ્‍યા પરંતુ ઓળખપરેડ વખતે રમણ ગુજરે એક પણ આરોપીની ઓળખાણ જાહેર કરી નહીં એનું પરિણામ શું મળ્‍યું? આ યોજનામાં પાંચ જબરદસ્‍ત કાર્યકર્તાઓનો ઉમેરો થયો.
આવા કાર્યકુશળ યુવાનો આવા અનેક પ્રસંગો દ્વારા માણસો અને શષાો મેળવતા. તે સાથે જ પ્રદેશ નિરીક્ષણ અને પરીક્ષણનું કાર્ય પણ થતું રહેતું. દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય આ લોકોએ કરેલા પ્રદેશ નિરીક્ષણને આપી શકાય.
પ્રત્‍યેક સંગ્રામ કે યુદ્ધનો જેમ સ્‍વતંત્ર સ્‍વભાગ અને રીત હોય છે તે જ પ્રમાણે પ્રત્‍યેક ભૂમિનો પણ સ્‍વતંત્ર સ્‍વભાવ હોય છે. જે તે પ્રદેશનાં વરસાદ, પાણી, જમીન અને હવામાનની પોતાની વિશેષતા હોય છે.સ્‍થાનિક લોકોના પોતાના રીતરિવાજ, માન્‍યતા અને સ્‍વભાવની વિશેષ પણ હોય છે. કોઈપણ કાર્યયોજના કરતી વખતે આ બધાંનો વિચાર કરવો અને ખ્‍યાલ રાખવો નતિ આવશ્‍યક હોય છે.
રાજા વાકણકર આ વિવિધ માહિતી એકત્ર કરવાના હેતુથી વેષાંતર કરીને વિવિધ પાત્રોની ભૂમિકા ભજવવામાં પારંગત હતા, અને પોતાના કાર્યને ધ્‍યાનમાં રાખી તેનો ઉપયોગ પણ કરી લેતા. આમ જ એક વખતે તેઓ એક મણિયારાનો વેશ ભજવવા નીકળ્‍યા. મહિલાઓને બંગડીઓ – ચૂડીઓ પહેરાવતાં તેમની પાસેથી થોડી ભણી માહિતી મેળવી લેવાનો તેમનો વિચાર હતો. મહારાષ્‍ટ્રમાં શ્રાવણ મહિનામાં પ્રત્‍યેક ઘરમાં મહિલાઓ નવી બંગડીઓ પહેરે એવો રિવાજ છે. એક ઘરમાં તેમને બોલાવવામાં આવ્‍યા. એક યુવતીની બંગડીનું માપ લઈને તે માપની બંગડી તો શોધી પરંતુ બંગડી પહેરાવવા તે યુવતીનો હાથ પકડતાં જ તેમનો હાથ ધ્રૂજવા લાગ્‍યો. વાકણકરની બંગડી પહેરાવવાની રીત જોઈને એ યુવતી હસી પડી. તેણે જાહેર કરી દીધું કે આ માણસ બીજો ગમે તે હોય પણ મણિયારો તો નથી જ. આ સાંભળતાં જ થનારી ફજેતીનો વિચાર કરીને તેઓ તરત ત્‍યાંથી નીકળી ગયા.

(ક્રમશઃ)

Related posts

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

પારડી ચાર રસ્‍તા આગળથી શંકાસ્‍પદ ગોળનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment