(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં ધરમપુર નગરપાલિકા સંચાલિત ફાયર સેફટી વિભાગ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષકોને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયર વિભાગમાંથી પ્રતિકભાઈએ આગ લાગવાના કારણો, આગ ન લાગે તે માટે સાવચેતીના પગલાં અને આગ લાગવાના કિસ્સામાં લેવાના પગલા, ઘ્ભ્ય્ કેવી રીતે આપવો, વિવિધ પ્રકારના સાધનોની નામ સાથે સમજૂતી વગેરે વિશે પ્રેક્ટિકલ અને થીયરી બંને રીતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. પ્રત્યક્ષ જ્ઞાન માટે શિક્ષકો અને બાળકોએ જાતે ફાયર સેફટીની બોટલ દ્વારા આગ બુઝાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના 204 બાળકો અને 14 સ્ટાફ મિત્રો હાજર રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો. શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.