October 14, 2025
Vartman Pravah
દમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

‡ કડૈયા ભંડારવાડ ખાતે આયોજીત સેલ્ફ હેલ્પ ગૃપની બેઠકમાં બહેનો સાથે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવત તથા મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ મોહને પણ જમીન ઉપર પલાંઠીવાળીને બેસી અચાર, પાપડ, મશરૂમ, ટેલરિંગ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાબતમાં કરેલી ચર્ચા-વિચારણાં ‡ સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોના ઉત્પાદનોની તાલીમ, પેકેજિંગ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં પણ પ્રશાસનનો સીધો સહયોગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૨
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલ્ફ હેલ્પ ગૃપના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનની કડીમાં આજે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે કડૈયા ભંડારવાડ ખાતે ભવાની મહિલા મંડળ અને અંબિકા મહિલા મંડળની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
દમણ જિલ્લામાં સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોને અચાર અને પાપડ બનાવવા, મશરૂમ ઉગાડવા, ટેલરિંગ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની બાબતમાં તાલીમ તથા તેના પેકિંગ અને બ્રાન્ડિંગ વિશે પણ પ્રશાસન સેવા પ્રદાન કરી રહ્નાં છે. જેના કારણે દમણ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની મહિલાઅોમાં આત્મનિર્ભર બનવા તરફ રૂચિ વધી રહી છે.
આજે કડૈયા વિભાગના જિ.પં.સભ્ય અને દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલે તક ઝડપી મહિલાઅોને સંગઠિત બનાવી સેલ્ફ હેલ્પ ગૃપ સાથે જાડવાનું સફળ કાર્ય કયુ* છે. જેમાં કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલનો પણ સહયોગ મળી રહ્ના છે.
આજની બેઠકમાં પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે મજબુત અને સફળ સેલ્ફ હેલ્પ ગૃપ બનાવવા જરૂરી વિવિધ સંભાવનાઅોની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને પણ પોતાનો મત રજૂ કર્યો હતો.
અત્રે નોîધનીય છે કે, કડૈયા ભંડારવાડ ખાતે આયોજીત સેલ્ફ હેલ્પ ગૃપની બેઠકમાં બહેનોની સાથે પ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત તથા મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને પણ જમીન ઉપર પલાંઠીવાળીને બેસી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર મહોર મારી હતી.

Related posts

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા જિલ્લા કક્ષાની રમતોત્‍સવનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

વાપી એફસી સતત ત્રીજી વખત સ્‍કાઉટ ગાઇડ મહિલા નાઇટ ફૂટબોલ સ્‍પર્ધાની વિજેતા બની

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment