July 21, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

હાલની કારોબારી સમિતિની મુદ્દત પૂર્ણ થતાં ત્રણ વર્ષ માટે કરાયેલી નવી સમિતિની રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે નાની દમણના ખારીવાડ સ્‍થિત ઝરીમરી માતાજીના મંદિરે પ્રમુખ શ્રી હિરેનભાઈ જોષીની અધ્‍યક્ષતામાં હિન્‍દુ સ્‍મશાન ભૂમિની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ અવસરે સૌપ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ વાર્ષિક સાધારણ સભાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષનો હિસાબ ઉપસ્‍થિત સભાસદોની સામે રજૂ કરવામાંઆવ્‍યો હતો.
ત્‍યારબાદ હાલની કમિટીની મુદ્દત પૂરી થતાં આગામી ત્રણ વર્ષ માટે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી શ્રી ઠાકોરભાઈ મિઠ્ઠલભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. જ્‍યારે ઉપપ્રમુખ તરીકે શ્રી હીરુભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી હતી અને સંસ્‍થાના સેક્રેટરી તરીકે શ્રી સુભાષભાઈ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી તરીકે શ્રી વસંતભાઈ રાણા, ખજાનચી તરીકે શ્રી રાકેશભાઈ તળેકર, ઉપ ખજાનચી તરીકે શ્રી ઉત્તમભાઈ પટેલ અને અન્‍ય શ્રી હિરેનભાઈ જોશી, શ્રી નવીનભાઈ અખુભાઈ પટેલ, શ્રી ઉમેશભાઈ માલનકર, શ્રી હરેન્‍દ્રભાઇ પટેલ, શ્રી ધીરુભાઈ પટેલ કો.ઓપ્‍ટ સભ્‍ય તરીકે શ્રી કિરણભાઈ પ્રજાપતિ, શ્રી જગદીશ કબીરિયા, શ્રી મણિલાલ હળપતિ, શ્રી ઠાકોરભાઈ ભંડારીની સભ્‍યો તરીકે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના લાભ અને તેના વિસ્‍તાર માટે વિસ્‍તૃ ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. સભાના અંતે આભાર વિધિ ઉપ પ્રમુખ હીરુભાઈ પટેલે આટોપી હતી અને ત્‍યારબાદ નવનિયુક્‍ત પ્રમુખ શ્રી ઠાકોરભાઈ પટેલે સભાને પૂર્ણ જાહેર કરી હતી.

Related posts

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment