Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

118 યુનિટ રક્‍તદાન થયું, 50 ઉપરાંત રક્‍તદાતા બી.પી., ડાયાબીટીસ બિમારીને લઈ રક્‍તદાન ન કરી શક્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જમીયત ઉલમાએ વાપી ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રવિવારે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપીમાં બિનવારસી મૃતદેહોની ધાર્મિક વિધી થી અંતિમક્રિયા તથા જરૂરીયાતમંદોને રાશન, આર્થિક મદદ ખર્ચ ઉપાડતી સેવા સંસ્‍થા જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ દ્વારા પ્રથમવાર રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. ટ્રસ્‍ટના પ્રમુખ ઉન્‍તેખાબ ખાન અને ખજાનચી અબ્‍દુલ વહાબ ખાને જણાવ્‍યું હતું કે સંસ્‍થા તરફથી પ્રથમ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આ્‌યું છે. મુસ્‍લિમ સમાજમાં પણ રક્‍તદાન કેમ્‍પથી જાગૃતિ આવી છે. વાપી-કોપરલી રોડ ઉપર આવેલ સહારા હોસ્‍પિટલની પાછળ અફસાના માર્કેટમાં યોજાયેલ રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍તદાન થયું હતું. 50 ઉપરાંત રક્‍તદાતા બી.પી., ડાયાબિટિશને કારણે રક્‍તદાન નહી કરી શકેલા તેનોઅફસોસ રહ્યો હતો. કેમ્‍પમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોને હસ્‍તે રક્‍તદાતાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા હતા.

Related posts

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં સમસ્‍ત જૈન સમાજે પર્વધિરાજ પર્યુષણની ઉજવણી કરી : મિચ્‍છામીદુકડમ્‌ પાઠવ્‍યા

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment