આદિવાસી ઍકતા પરિસદ પ્રમુખ કમલેશભાઈના નેજા હેઠળ જિલ્લા કલેકટર વલસાડને ધરમપુર તાલુકા વિકાસ આધિકારી મારફત આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.૦૨
આજરોજ ધરમપુર ખાતે ગઈકાલે જે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવમાં આવ્યો હતો અને આ ઘટનાને લાગતા સ્ટાફે ફક્ત માફી માંગી લઈ ભીનું સકેલી લીધું હતું.
જેમના પર શિક્ષાત્મક પગલાં લેવા તેમજ જરૂરી તપાસ કરવા માટે ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી ઍકતા પરિસદ પ્રમુખ શ્રી કમલેશભાઈના નેજા હેઠળ કલેકટર શ્રી વલસાડને ધરમપુર તાલુકા વિકાસ આધિકારી શ્રી મારફત આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જ્યાં મોટીઢોલ ડુંગરી સરપંચશ્રી નવીનભાઈ, ભાવડા સરપંચશ્રી રમેશભાઈ, આવધા સરપંચ શ્રી રંજીતભાઈ, સરપંચ શ્રી સોમાભાઈ, શ્રી હાર્દિકભાઈ કાનુરબરડા, શ્રી મેહુલભાઈ બીલપુડી, શ્રી જયદીપભાઈ ખારવેલ, શ્રી વિનોદભાઈ સાવરમાળ અને આદિવાસી સમાજની હકની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્ના હતા.