Vartman Pravah
દમણ

ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવ પ્રદેશની દમણ શહેરની કારોબારી બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૨
ભારતીય જનતા પાર્ટી, દમણ અને દીવ પ્રદેશના દમણ જિલ્લાના દમણ શહેર મંડળની કારોબારી બેઠક, દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, દમણ ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેનભાઈ જાશી દ્વારા ગત તારીખ ૦૧/૦૯/૨૦૨૧,બુધવારે કાટેલા ખાતેના પાર્ટી પ્લોટમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
આ બેઠકમાં સૌપ્રથમ તમામ આમંત્રિત મહાનુભાવો અને કાર્યકર્તાઅો આગમન પર નોંધણી કરવામાં આવી હતી. સભામાં ભાગ લેનાર તમામ સભ્યોઍ પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા બાદ આમંત્રિત મહેમાનો અને અધિકારીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને પદાધિકારીઓઍ દીપ પ્રજ્જવલીત કરી વંદે માતરમ ગીતનું ગાન કર્યુ હતું.
બેઠકમાં સૌપ્રથમ ક્રમશઃ કોરોનાની બીજી લહેરમાં અનુક્રમે ઘણા ભાજપના કાર્યકરો અને સમર્થકોના મૃત્યુ પર બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહાનુભાવો અને પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને દમણ ભાજપ શહેર પ્રમુખ શ્રી હિરેનભાઈ જાષીઍ પોતાનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. ત્યારબાદ દમણ ભાજપ જિલ્લાની છેલ્લી કારોબારી સમિતિની સ્થાનિક દરખાસ્ત શહેર ભાજપ મહામંત્રી શ્રી બાબુસિંહ રાજપુરોહિત દ્વારા વાંચવામાં આવી હતી અને દમણ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી પિયુષ પટેલ અને શહેર મંત્રી શ્રી અનિલભાઈ પાંડે દ્વારા સ્થાનિક મુદ્દોઅો વાંચવામાં આવ્યા હતા.
દમણ શહેર પ્રમુખ શ્રી હિરેનભાઈ જોષી દ્વારા મંજૂરી અને દરખાસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ દમણ શહેર મહામંત્રી શ્રી મનિષભાઈ ટંડેલે શહેરમાં કાર્યક્રમો અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લાના પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાઍ પોતાનું પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યુ હતું. ત્યારબાદ બેઠકમાં સંઘપ્રદેશ દાનહ અને દમણના સંગઠન મહામંત્રી અને આજના વક્તા શ્રી વિવેક ધાડકરે સમાપન સંબોધન કરી અને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો.
દમણ ભાજપ શહેર બોર્ડની કારોબારી બેઠકમાં, સંઘપ્રદેશ દાનહ અને દમણ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી વિવેક ધાડકર, પ્રદેશ મહામંત્રી શ્રી વસુભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી બી.ઍમ. માછી, પ્રદેશ પ્રવક્તા શ્રી મજીદ લધાની, પ્રદેશ આઈ.ટી.સેલ સહસંયોજક શ્રી નીરજભાઈ, દમણ જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયા, દમણ શહેર પ્રમુખ શ્રી હિરેશભાઈ જાષી, દમણ નગર પાલિકાના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ, જિલ્લા ઉપ પ્રમુખ શ્રી રુક્ષમણીબેન ભાનુશાલી, જિલ્લા મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, જિલ્લા કન્વીનર શ્રીમતી સુનિતા રેડ્ડી, દમણ શહેર ઉપ પ્રમુખ શ્રી પિયુષ પટેલ, શ્રી જયંત મહાપાત્રા, શ્રી જતિન ટંડેલ, શ્રી રિમાબેન ગજ્જર, મહામંત્રી શ્રી બાબુસિંહ રાજપુરોહિત શ્રી મનિષ ટંડેલ, મંત્રી શ્રી સુજીત ઉપાધ્યાય, શ્રી અનિલ પાંડે, શ્રી નિતિન ટંડેલ, શ્રીમતી અંજના ચતુર્વેદી, કોષાધ્યક્ષ શ્રી વેચન મિશ્રા, આઈ.ટી.સેલ શ્રી નીરજ પાંડે અને ટી.સી. જાશી, ઉમાબેન ગજ્જર, શ્રી રસિકલાલ તિવારી અને પ્રદેશ મહિલા મોર્ચાના સોનુબેન, તૃબેન, જ્યોતિબેન, ગાયત્રીબેન, વિજ્યાબેન, ઉજ્જવલાબેન, હિનાબેન, પૂનમબેને હાજરી આપી હતી.

Related posts

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, દાનહ અને દમણ-દીવ દ્વારા જુવેનાઇલ જસ્‍ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ અને બાળ જાતિય શોષણ સામેના કાયદા પર કાર્યક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રા દિલ્‍હી અને અપૂર્વ શર્મા તથા કૃષ્‍ણા ચૈતન્‍યની અંદામાન બદલી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

Leave a Comment