January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ પોલીસે વલસાડ રેલવે સ્‍ટેશન પરથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ પણ કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી આશિષ ત્રિપાઠીએ 7 એપ્રિલના રોજ નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું હતું કે, એરપોર્ટ રોડ, પુખરાજ હોટલ પાસે મોટરસાઇકલ પર બે અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતા અને ફરિયાદીનો મોબાઇલ ફોન આંચકીને ભાગી ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી કેસની તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા અને સ્‍નેચિંગ કેસને ઉકેલવા માટે દમણ પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને ઘટના સ્‍થળની મુલાકાત લીધી અને નજીકના સ્‍થળો અને સ્‍નેચરો દ્વારા ભાગી જવાના રસ્‍તાઓ સહિત અનેક સીસીટીવી ફૂટેજનું વિશ્‍લેષણ કર્યું. ઈલેક્‍ટ્રોનિક/ટેકનિકલ ડેટા દ્વારા અનેક પ્રયાસો પછી, પોલીસ ટીમે મધ્‍યપ્રદેશના રીવા જિલ્લામાં શંકાસ્‍પદનું લોકેશન ટ્રેસ કર્યું. જેથી પોલીસની એક ટીમ રીવા ખાતેમોકલવામાં આવી હતી. પરંતુ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ ટ્રેન દ્વારા વલસાડ, ગુજરાત તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જેના કારણે વલસાડમાંથી બે સ્‍નેચરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમ દ્વારા નીરજ એન બાટો (ઉ.વ.23) રહે. વાપી, મૂળ રહે. અલ્‍મોડા, ઉત્તરાખંડ અને રૂપેશકુમાર બહાદુર શાહ (ઉ.વ.29) રહે. કચીગામ, દમણ, મૂળ રહે. ખાગરિયા, બિહારની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ પાસેથી ચોરેલો મોબાઈલ ફોન પણ મળી આવ્‍યો હતો.

Related posts

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

Leave a Comment