October 21, 2024
Vartman Pravah
ઉમરગામગુજરાત

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઝ઼ઞ્સ્ઘ્ન્ની સોળસુંબા સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.ઍલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
આ અવસરે મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વીજ કંપની દ્વારા ઉદ્યોગો, રહેણાંક, ખેતીવાડી વગેરે માટે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ત્યારે ઉમરગામમાંથી સોળસુંબા ડિવિઝન છૂટું પડવાથી ગ્રહકોને વધુ સારી સેવાઅો મળી રહેશે. ઉમરગામ વીજ કંપની દ્વારા ઉદ્યોગો અને ઘર વપરાશના ગ્રાહકોની વિશેષ કાળજી લેવામાં આવે છે, જેના થકી ફરિયાદોનું નિવારણ ઝડપી બન્યું છે. જ્યોતિગ્રામ અને ખેતીવાડી ફીડર અલગ હોવાથી પૂરતા દબાણથી વીજ પુરવઠો મળી રહે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળતો થયો છે. આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને લઇ સંતોષકારક ઉકેલ માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા અને લોકોની ફરિયાદનો કર્મયોગી બનીને સમયમર્યાદામાં ઉકેલ લાવવા ડી.જી.વી.સી.ઍલ.ના અધિકારીઅોને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીઍ વાવાઝોડા બાદ વીજ કંપનીઍ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કરેલી રાઉન્ડ ધી ક્લોક કામગીરીને બિરદાવી હતી. ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાની સમારકામ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, અને અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય પણ વેળાસર ચૂકવી દેવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ડી. જી.વી.સી.ઍલ.ના અધિક્ષક ઈજનેર જી.ડી. ભૈયાઍ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, કચેરીનું વિભાજન થવાથી આ ડિવિઝનમાં ૨૨૭૯૫ રૂરલ અને ૨૦૩૬ અર્બન મળી ૨૪૮૩૧ ગ્રાહકો રહેશે. જેથી કામગીરીનું ભારણ અોછું થતાં ગ્રાહકોને ઝડપી અને સારી સેવા સાથે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહેશે ઍટલું જ નહીં ફરિયાદોનું નિવારણ ખૂબ જ ઝડપથી થશે. ખેડૂતોના હિતમાં ટૂંક સમયગાળામાં આખા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, ઉમરગામ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, યુ.આઈ.ઍ. પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ડી.જી.વી.સી.ઍલ. વલસાડ સર્કલના અધિક્ષક ઈજનેર પી.જી.પટેલ, નાયબ ઈજનેર ડી.ઍફ.પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રીમતી ઍમ.પી.પટેલ, ચેતનાબેન પટેલ સહિત જી.ઇ.બી.ના કર્મીઅો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment