(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને સર્વ શિક્ષકો માટે આદર્શ એવા ભારત રત્ન ડો.સર્વપલ્લી રાધાકળષ્ણની જન્મ જયંતિની યાદમાં આજરોજ 5મી સપ્ટેમ્બર અને વાર ગુરુવારના દિને પ્રા.શાળા મોટી ઢોલડુંગરીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓમાંથી બનેલ શિક્ષક દ્વારા પ્રાથના સભામાંકાર્યક્રમ અનુરૂપ ઉદબોધન રજૂ કરવામાં આવ્યું હતું. અને બાલવાટિકાથી લઈ ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓને તાસ મુજબ શિક્ષણકાર્ય કરાવવામાં આવ્યું હતું.
