(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાતકેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી વી.આઈ.એ.ના પ્રતિનિધિ મંડળ વી.આઈ.એ. પૂર્વ પ્રમુખને વીજીઈલ ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ કાબરીયા, વીઆઇએ એડવાયઝરી બોર્ડ મેમ્બર શ્રી મીલનભાઈ દેસાઈ, વી.આઈ.એ.સેક્રેટરી અને ભાજપ વાપી શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વી.આઈ.એ. નોટીફાઈડ કમીટી ચેરમેન અને ભાજપ નોટીફાઈડ પ્રમુખ શ્રી હેમંત પટેલે વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આજરોજ મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી શ્રી દ્વારા ઝડપથી નિકાલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.