Vartman Pravah
ગુજરાતવલસાડ

જી.ઍમ.ઇ.આર.ઍસ. મેડીકલ કોલેજ ખાતે મહિલાઓ માટે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૨
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાયબ પોલીસ અધિક્ષક ઍમ.ઍમ. ચાવડાઍ પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું હતું કે, કોઇપણ વિકટ પરિસ્થિતિમાં ૧૦૦ નંબર ડાયલ કરવાથી પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડશે. આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ઍસ. આઇ. કણઝરીયાઍ કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-વિશે વિગતવાર સરળ ભાષામાં સમજણ આપી જરૂરિયાતના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ફિલ્ડ ઓફિસર ડો.પી.ઍમ.વાઘેલાઍ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપી તેનો યોગ્ય લાભ લેવા અને અન્યને લાભ અપાવવા જણાવ્યું હતું. શાહ કે.ઍમ.લો કોલેજના ઇ.ચા.આચાર્યા ડો.નિકેતા રાવલે મહિલાલક્ષી વિવિધ કાયદાઅોની જાણકારી આપી હતી. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર- વલસાડના જાગૃતિબેન ટંડેલે તેમના સેન્ટર વિશે મહિલાઓને માહિતગાર કર્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર વલસાડના કેન્દ્ર સંચાલક ગીરીબાળા આચાર્ય દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની માહિતી આપી મુશ્કેલીના સમયે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વલસાડના કાઉન્સેલર કંચનબેન ટંડેલે હેલ્પલાઇનની માહિતી આપી મહિલાઓને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની મોબાઇલ ઍપ ડાઉનલોડ કરાવી હતી અને તેના ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ઍડીશનલ ડીન ડો.પારેખ, મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઅો તેમજ મહિલા વિંગની અલગ-અલગ યોજનાના કર્મચારીઓ હાજર રહ્ના હતા.

Related posts

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

Leave a Comment