(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વાર ને.હા.48 ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રીડ નેશનલ હાઇવે નંબર 48 નજીક 40000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અધ્યતન સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નો નિર્મિત કાર્યાલયમાં આધુનિક સુવિધા સજ્જ જિલ્લા પ્રમુખની ઓફિસ, સાંસદ સભ્ય અને ધારાસભ્યોની ઓફિસો, વિવિધ મોરચાની ઓફિસો ઉપરાંત એક વિશાળ ઓડિટોરિયમ પણબનનાર છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા વાળા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.