(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોષણ સપ્તાહ અંતર્ગત ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી પોષણ અભિયાનની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં ચિત્રકામ શિક્ષક દિવ્યેશભાઈ ભંડારી દ્વારા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોષણને લગતા સરસ મજાના ચિત્રો બનાવ્યા હતા. સ્પર્ધામાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીયક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક રાજ એન પ્રજાપતિ દ્વિતીય ક્રમાંક જયકુમાર એચ. રાવત અને તૃતીય ક્રમાંક નિયતિ આર માગોડિયાએ પ્રાપ્ત કરતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, દાદા સ્વામીજી, રામ સ્વામીજી હરિ સ્વામીજી, તમામ ટ્રસ્ટીગણો, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, એડમીન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ, તથા તમામ શિક્ષક ગણોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/WhatsApp-Image-2024-09-15-at-2.39.40-PM-960x571.jpeg)