October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સલવાવ ગુજરાતી માધ્‍યમમાં ‘‘મુક્‍ત પ્રયોગશાળા પરિયોજના” ની શરૂઆત કરવામાં આવી છે.
શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી તથા હાયર સેકન્‍ડરી સ્‍કૂલનાં વિદ્યાર્થીઓમાં રહેલા વૈજ્ઞાનિક કૌશલ્‍યને બહાર લાવવા શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘મુકત પ્રયોગશાળા પરીયોજના”ની શરૂઆતકરવામાં આવી છે. આ મુકત પ્રયોગના હેઠળ શાળાના વિદ્યાર્થીઓ શાળા મકાન બહાર મુકેલા ટેબલ ઉપર પોતે તૈયાર કરેલા પ્રોજેક્‍ટ, વિજ્ઞાન મોડેલ વગેરે મુકી વિશ્રાંતી સમય દરમિયાન તેનુ પ્રદર્શન કરી શકશે. આ કાર્ય એકલ વિદ્યાર્થી કે વિદ્યાર્થી ગ્રુપમાં કરી શકશે અને પોતાનામાં રહેલાં બાળ વૈજ્ઞાનિકને ખીલવી શકશે. સાથે સમાજને ઉપયોગી એવાં પ્રોજેક્‍ટ રજૂ થશે જે સમાજ નવનિર્માણ ઉપયોગી બની શકે અને વિશેષમાં વિજ્ઞાન પ્રત્‍યે અભિરુચિ વધારી ભવિષ્‍યના વૈજ્ઞાનિક બની શકે.
આ પરિયોજનાની શરૂઆત કરનારા વિદ્યાર્થિઓને સંસ્‍થાનાં મે. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, પૂજ્‍ય રામ સ્‍વામી, ડાયરેકટર ડો.શૈલેશ લુહારએ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીની ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

Leave a Comment