October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

જાહેરમાં જીવના જોખમે સ્‍ટંટ કરવાનો વાપીમાં આ ત્રીજો બનાવ બન્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આજના યુવાનોને સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવાની ઘેલછા હદ વટાવી રહી છે. હાલમાં જ વાપી ગુંદન વિસ્‍તારમાં કારના બોયનેટ ઉપર એરગાન સાથે રાખીને સ્‍ટંટનો વિડીયો બનાવ્‍યો હતો. જે વિડીયો વાયરલ થતાની સાથે જ જીઆઈઢીસી પોલીસે બન્ને યુવાનોની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્‍યો હતો.
વાપીમાં વૈશાલી રોડ ઉપર રીક્ષામાં લટકીને એક યુવાને વિડીયો બનાવ્‍યો હતો. બીજો બનાવ કોપરલી રોડ ગાર્ડન પાસે બાઈક ઉપર સ્‍ટંટ કરતો કિશોરે વિડીયો બનાવ્‍યો હતો. બન્ને બનાવોમાંપોલીસે તાત્‍કાલિક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. શુક્રવારે ત્રીજો તેવો જ બનાવ ગુંજનમાં બન્‍યો હતો. સમીર સલમાની નામના યુવાને બોયનેટ ઉપર બેસી એરગન સાથે રાખી વિડીયો બનાવેલો તથા કાર સમીર શેખ નામનો યુવાન ચલાવતો હતો. વિડીયો વાયરલ થતા જ જીઆઈડીસી પોલીસે બન્ને સ્‍ટંટ કરનાર યુવાનોની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમ છતાં વાપીમાં સ્‍ટંટ કરવાની ઘેલછા યુવાનો જીવના જોખમે કરે છે તે સમાજ અને પરિવાર માટે ચિંતાજનક છે.

Related posts

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

કલસર બે માઈલ આગળથી પારડી પોલીસે રૂા.30,000 નો દારૂ ભરેલી રીક્ષા ઝડપી

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

Leave a Comment