શનિવારથી લક્ષદ્વીપની મુલાકાત સાથે વિવિધ વિકાસ કામોના નિરીક્ષણ અને પ્રત્યક્ષ જાણકારી મેળવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલો આરંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી,તા.24 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનો પણ સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તે માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા પ્રયાસરત રહ્યા છે. જેની કડીમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારથી લક્ષદ્વીપની મુલાકાત કરી વિવિધ વિકાસ કામોના નિરીક્ષણ અને પ્રત્યક્ષ જાણકારી મેળવવાનો આરંભ કર્યો છે.
પ્રશાસક તરીકેનો શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યા બાદથી લક્ષદ્વીપના લકને ચાર ચાંદ લાગવાની શરૂઆત થઈ છે અને આવતા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે ‘માલદીવ્સ’ની પણ લક્ષદ્વીપ સ્પર્ધા કરી શકશે એ પ્રકારના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.