December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ પટેલે ઉપસ્‍થિત બંને મહાનુભાવોનું કરેલું ઉષ્‍મા ભરેલું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
દમણ-દીવમાં કોંગ્રેસના સભ્‍ય નોંધણી અભિયાનને વેગવાન બનાવવા માટે આજે કોંગ્રેસના પીઆરઓ શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી દમણની મુલાકાત લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમની સાથેએપીઆરઓ શ્રી અશોક બસાયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલે બંને મહાનુભવોનું સ્‍વાગત કર્યુ હતું અને કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી(પીઆરઓ) શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી અને શ્રી અશોક બસાયાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી મોટી સંખ્‍યામાં કોંગ્રેસના સભ્‍યો બનાવવા આહવાન કર્યુ હતું.
અત્રે યાદ રહે કે, શ્રીમતી વિજ્‍યા લક્ષ્મી સાધો મધ્‍યપ્રદેશના પૂર્વ મંત્રી હોવા ઉપરાંત તેમના પરિવારના સભ્‍યો 1952થી ચૂંટણી જીતી વિજેતા બની રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફકોમર્સ અને મેનેજમેન્‍ટ, વાપી અંતર્ગત ટી.વાય. બી.બી.એ.નું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

Leave a Comment