Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

વેસ્ટ રિડક્શનના સોલ્યુશન માટેની હેકેથોનમાં કુલ ૯૪ ટીમે ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દ્વારા તાજેતરમાં વેસ્ટ રિડક્શનના નિવારણ માટે હેકેથોન (A Hackathon on SOLUTION FOR WASTE REDUCTION (HAZARDOUS WASTE, E-WASTE, PLASTIC WASTE, MUNICIPAL SOLID WASTE) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકેથોનમાં દેશભરમાંથી IIT, NIT, સહિતની જુદીજુદી નામાંકિંત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની ૯૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ (GEC VALSAD) ના કેમિકલ એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટે પ્રથમ ક્રમ હાંસલ કરી સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા યોજાયેલી ઓનલાઈન હેકેથોનમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પોતાના આઈડિયાઝ અને તેને આધારિત સોલ્યુશન બેઝ્ડ પ્રોજેક્ટસ રજૂ કર્યા હતા. તમામ ૯૪ પ્રોજેક્ટસ માંથી તેમના ઇનોવેટિવ આઇડિયા અને પ્રાથમિક પ્રેઝન્ટેશનને આધારે પ્રથમ રાઉન્ડમાં બેસ્ટ ૩૦ પ્રોજેક્ટસને સિલેક્ટ કરી બીજા રાઉન્ડમાં મોકલાયા હતા. જ્યાં જે તે વિષયના વિષય નિષ્ણાતો અને એક્સપર્ટ જજીસ દ્વારા પ્રેઝન્ટેશન અને ટેકનિકલ પ્રશ્નોત્તરીના આધારે તેમનું મૂલ્યાંકન કરી બેસ્ટ ૧૫ પ્રોજેક્ટ ફાઈનલ પાવર જજીંગ રાઉન્ડ માટે પસંદ કરાયા હતા. ફાઈનલ રાઉન્ડમાં પ્રોજેક્ટને આધારે ટેકનિકલ અને સ્ટેટેસ્ટિકલ ટેસ્ટિંગ અને ઓબ્ઝર્વેશન કરાયા બાદ એક્સપર્ટ્સ દ્વારા બેસ્ટ ત્રણ પ્રોજેક્ટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડ (GEC VALSAD) ના કેમિકલ ઇજનેરી વિભાગ ના વિદ્યાર્થીઓ પવન કલીવારપુ અને કેવિન પટેલ તેમજ પ્રોજેક્ટ ગાઈડ અને મેન્ટર ડૉ. ભદ્રેશ સુદાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પ્રોજેક્ટ “To convert waste PMMA plastic scrap into a multipurpose puzzle game” ને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરી રૂ.૫૦ હજારની રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ભાગ લેવા અને પ્રોજેક્ટ રજૂ કરવા માટે માટે સંસ્થાના આચાર્ય ડૉ. વી.એસ. પુરાણી તેમજ કેમિકલ વિભાગના વડા ડૉ. એન. એમ. પટેલ, SSIP, IIC TEAMS દ્વારા સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

Leave a Comment