September 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

અબોલ જીવને બચાવવા જિલ્લાના સામાજીક વનીકરણ વિભાગ, પશુપાલન વિભાગ ,સ્વૈછિક સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન હાથ ધરાશે.

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી: આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટ્કે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર કરી સ્વસ્થ પક્ષીઓનો જીવ બચાવી પુન:મુક્ત કરી શકાય તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૦/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૧/૨૦૨૨ દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૨નું આયોજન કરવાની સુચના ભાગરૂપે નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ,પશુપાલન વિભાગ,સ્વૈછિક સંસ્થાઓ દ્રારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ,ઓનલાઇન લિંક લોકેશન સહીતની વિગતના હેલ્પલાઇન સેન્ટર,રેશ્ક્યુટીમ,પશુ દવાખાનાની વિગતો સહીત આયોજન કરવામાં આવેલ છે.જેથી ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓના જીવનું રક્ષણ કરી શકાય. જિલ્લા કંટ્રોલરૂમ વન વિભાગ-(૦૨૬૩૭)૨૫૯૮૨૩  અને ગુજરાત વન વિભાગનું કરૂણા અભિયાનમાં ૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કાર્યરત હેલ્પલાઇનનો માટે નીચે આપેલ લિંક કિલક કરવા વિનંતી છે. https://bit.ly/karunaabhiyan   તથા https://youtu.be/StQZemGyzvc

Related posts

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

vartmanpravah

Leave a Comment