December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે દારૂ ભરેલ કાર ઝડપી: રૂ.10.54 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પોલીસના પીએસઆઈ સમીર કડીવાલા, હે.કો-અલ્‍પેશ નવનીતભાઇ, વિજયભાઇ દેવાયાતભાઇ, પો.કો-ભરતભાઇ ભગવાનભાઈ સહિતના પેટ્રોલિંગમાં હતા. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે જોગવાડ થી કાંકરિયા તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબની ટાટા નેક્ષોન કાર નં.જીજે-21-સીડી-3953 આવતા જેને પોલીસનું બોર્ડ તેમજ સરકારી લાકડી તથા ટોર્ચ લાઈટ બતાવી ઉભી રાખવાનો ઈશારો કરતા પોલીસની નાકાબંધી જોઈ કાર હંકારી લઇ જોગવાડ રામનગર પાસે રોડની બાજુમાં ઝાડી-ઝાંખરા વિસ્‍તારમાં મૂકી ચાલક ફરાર થઇગયો હતો. બાદમાં પોલીસે કારની તલાસી લેતા અંદરથી 26-પુઠાના બોક્ષમાં તથા 13-વાદળી તેમજ કાળા કલરની પ્‍લાસ્‍ટિકની થેલીઓમાં વિદેશી દારૂ તથા ટીન-બિયરની નાની-બોટલ નંગ-1656 જેની કિ.રૂ.2,54,400/-, કારની કિ.રૂ.8 લાખ મળી કુલ્લે રૂ.10,54,400/- નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
જોકે દારૂ ભરેલ કારમાંથી પોલીસને અન્‍ય બે નંબર પ્‍લેટ પણ મળી આવી હતી. જ્‍યારે બુટલેગરો દ્વારા વાહનોમાં પોલીસથી બચવા અલગ અલગ નંબર પ્‍લેટો લગાવી દારૂ પહોંચાડી રહ્યા છે. જેમાં જીજે-05-આરઆર-6604, જીજે-15-સીએન-6411 મળી આવી હતી.

Related posts

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

vartmanpravah

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

vartmanpravah

Leave a Comment