5 ફૂટ થી લઈ 40 ફૂટ ઊંચી રાવણના પુતળાઓ બનાવી પરંપરાગત
રીતે રાવણનું દહણ કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ શહેરમાં પાંચ ઉપરાંત સ્થળોએ રાવણ દહન લોકોએ કર્યું હતું.
પવિત્ર નવ દિવસની નવરાત્રી બાદ દશમા દિવસે વિજયા દશમીનો તહેવાર ભારતભરમાં યોજાય છે. અસત્ય ઉપરસત્યના વિજયનો પરંપરાગત આ ઉત્સવ વલસાડ શહેર અને ગ્રામ વિસ્તારમાં ઉજવવામાં આવ્યો હતો. વલસાડમાં, પારડીમાં, ધમડાચીમાં વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં, નનકવાડા ગ્રામ પંચાયત કચેરી સામે, મોગરાવાડીના મોટા તળાવ અને ધરાસણામાં રાવણ દહન કાર્યક્રમો યોજાયા હતા. જેમાં તમામ વિસ્તારના હજારો લોકોએ રાવણના પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું. 5 થી લઈ 40 ફૂટ ઊંચા રાવણ બનાવાયા હતા. ભગવાન શ્રી રામની આરતી પૂજા કરીને ભાવિકોએ દશાનનના પૂતળાઓને સળગાવ્યા હતા. ધર્મ યુધ્ધમાં ભગવાન રામે રાવણનો સર્વનાશ કર્યો હતો. તે દિવસને વિજયા દશમી તરીકે ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે.