January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ખોડલધામ યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા વન સ્‍વચ્‍છતા તથા વન શિબિર યોજાઈ

પ્રકૃતિ પ્રત્યે પ્રેમ પ્રગટ કરતાં યુવાનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.29: શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ એવી શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જ્યારે કુદરતી આફતો આવે ત્યારે હંમેશા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ નિઃસહાય લોકોના પડખે અડીખમ ઊભું રહે છે.કોઈપણ નાત જાતના ભેદભાવ વગર હંમેશા માટે સત્કાર્ય અને સેવાની સુવાસને પ્રસરાવે છે. ત્યારે શ્રી ખોડલધામ યુવા સમિતિ- રાજકોટના હોદ્દેદારો દ્વારા સુંદર મજાના વન સ્વચ્છતા અભિયાન તથા વન શિબિરનું આયોજન જૂનાગઢના મધ્ય ગીર સ્થિત અરણ્ય વિલા ખાતે કરવામાં આવ્યું હતું. વન શિબિરનો ઉદ્દેશ્ય સમાજના યુવાનોને સેવાકીય પ્રવૃત્તિને મજબૂત બનાવવા અર્થે તથા ગમ્મત સાથે નવા મંતવ્યોને પ્રસ્તુત કરી સમાજ ઉત્થાનથી લઈને રાષ્ટ્ર ઉન્નતના વિકાસને સાકાર કરવાના અર્થે આયોજિત કરવામાં આવી હતી.
વન શિબિર અને વન સ્વચ્છતા અભિયાનમાં બહોળી સંખ્યામાં સમાજના યુવાનોએ જોડાઈને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે સાથે આસપાસના વિસ્તારના વન રસ્તા પર પડેલો કચરો ઉપાડી સ્વચ્છતા અભિયાનના ભગીની કાર્યમાં જોડાયા હતા. આ શિબિરમાં અમરેલી, કેશોદ અને રાજકોટના હોદ્દેદારો જોડાયા હતા.આયોજનમાં કેવલ ફાચરા, દેવાંશુ નસીત,નિર્મલ શંખાવરા, દર્શન ભુવા, જેવિન ગામી, વત્સલ મુંગરા, દેવેન સખિયા, જીનેશ નસીત, પાર્થ રોકડ, મહેક ટાઢાણી, મોક્ષીલ સંખારવા, દર્શિત પાનસુરીયા, રીધમ ચોવટીયા, વલ્લભ પેઢડિયા, અજય કાછડીયા, હાર્દિક સોજીત્રા, શિવાંગ ભાલાળા, શ્યામ વણપરિયા, દર્શિલ ધોરાજીયા, સ્મિત શિંગાળા, કૌશિક ધડુક, વિપુલ પોંકિયા,જનક શેલડીયા,આકાશ કાનપરિયા, શિવરાજ હીરપરા, હાર્દિક સોરઠીયા, અંકિત ભુવા, જીલ લુણાગરિયા, અભિષેક રાખોલિયા, સતીશ ભંડેરી, ઘનશ્યામ હરસોડા, વનરાજ પટેલ, પ્રિન્સ ગજેરા, મયુર વસાણી, ભાર્ગવ સતાણી, દીપક જાગાણી, નિલેશ વોરા સાથે પ્રકૃતિ પ્રેમને પ્રગટ કરતા આ યુવાન દ્વારા સમાજને નવીનતમ રાહ ચીંધી ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

Leave a Comment