Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍ચુરો)
વાપી, તા.03: ગુજરાતમાં યુવાનો માટે થઈ રહેલું અનેરું આયોજન એટલે કે યુથ-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ વાપી શહેર ખાતે યોજાયો. વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને જી20નું જ્‍યારે અધ્‍યક્ષ સ્‍થાન મળ્‍યું છે ત્‍યારે વાય-20ના માધ્‍યમથી વલસાડમાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેગૃહ રાજ્‍યમંત્રી, રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના કુશળ માર્ગદર્શન તથા સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવેજીના નેતૃત્‍વમાં વાય-20 ગુજરાત ટોક (વાય-20 ગુજરાત સંવાદ) કાર્યક્રમનું વાપી કેબીએસ કોલેજ ખાતેથી વલસાડ જિલ્લાના વાય-20 ગુજરાત સંવાદન કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત યુવાનોએ ‘કાર્યનું ભવિષ્‍યઃ ઉદ્યોગ 4:00, ઈનોવેશન અને 21મી સદીની કુશળતા પર ઉપસ્‍થિત વક્‍તાઓ સાથે સંવાદ કર્યો અને ઉપસ્‍થિત વક્‍તાઓએ કેન્‍દ્ર સરકારની તથા ગુજરાત સરકારની વિવિધ લાભકારી નીતિઓ અને ડબલ એન્‍જિન સરકારની ઉદ્યોગ અને સ્‍ક્રિલ ઈન્‍ડિયાની યોજનાઓને લઈને યુવાનોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના ઝોન સંયોજક શ્રી હર્ષિતભાઈ દેસાઈ, વાપી નોટીફાઈડના ચેરમેન શ્રી સતિષભાઈ પટેલ, વાપીના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી અમૃતલાલ શાહ, વી.આઈ.એ. પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ તથા વી.આઈ.એ. ખજાનચી શ્રી હેમાંગભાઈ નાયક ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનો આયોજન શ્રી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય વાપી નગર સંયોજક શ્રી ગણપતિંસહ રાઠોડ, પાર્થભાઈ પટેલ, કેતનભાઈ બ્રાહ્મણી, મયુરભાઈ પટેલ અને સ્‍વામી વિવેકાનંદ બોર્ડના યુવા સાથે મિત્રો દ્વારા કરવામાં આવ્‍યોહતો.

Related posts

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને એડવોકેટ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણઃ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બાળમજૂરી નિષેધ દિવસના ઉપલક્ષમાં યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

ધરમપુરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.2.07 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.12.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment