January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિધ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૧૨/૦૧/૨૦૨૪ શુક્રવારના રોજ “રાષ્ટ્રીય યુવા દિવસ” નિમિતે વિકસિત યુવા વિકસિત ભારતની થીમ ના ઉપર વકતૃત્વ સ્પર્ધા “The Role of Young Entrepreneur in shaping Modern India” ના વિષય પર યોજાઈ હતી. આ સ્પર્ધા કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમાન સંજય સરવૈયા ના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ૧૨ જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ ખાસ છે કારણ કે આ દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં યુવાનોનું બહુ મોટું યોગદાન છે. કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે યુવા એ આપણા દેશની તાકાત છે, જો દેશના યુવાનો વિવેકાનંદજીના વિચારોને અનુસરે અને તેમના વિચારોમાંથી પ્રેરણા લે તો આપણો દેશ શક્તિશાળી બનશે.
જેમાં સ્પર્ધામાં પ્રથમ સ્થાને બી ફાર્મના સેમેસ્ટર ૮ માંથી અનુષ્કા જાધવ, દ્રિતીય સ્થાને જિનલ વણજારા તેમજ તૃતીય સ્થાને ઋત્વિક ડોબરિયા અને સેમેસ્ટર ૬ માંથી રિષા પાંડે વિજેતા રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર કુમારી તેજલ દિસાગર અને આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમાન અભિષેક જોશી રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધિસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

vartmanpravah

ઇનોવેશન હબ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે અસ્થમા ડે નિમિત્તે શૈક્ષણિક કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિકશાળામાં વન ઔષધી વનસ્‍પતિનું પ્રદર્શન જિલ્લા શિક્ષણાધિકારીના હસ્‍તે ખુલ્લું મુકાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર સંઘપ્રદેશ સામુહિક યોગમુદ્રાથી શોભાયમાન બન્‍યો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

Leave a Comment