‘વિશ્વ પર્યટન દિવસ’ના ઉપલક્ષમાં રાજધાની નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં આયોજીત સમારોહમાં કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે દૂધની ગ્રામ પંચાયતના પ્રતિનિધિને એનાયત કરાયો એવોર્ડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: ‘વિશ્વ પર્યટન દિવસ’ નિમિત્તે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દૂધની ગામનેતેના વિશ્વપ્રસિદ્ધ ટુરિઝમ સ્પોટના પગલાં એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘વિશ્વ પર્યટન દિવસ’ના ઉપલક્ષમાં દેશની રાજધાની નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની ગામને ‘‘જવાબદાર પર્યટન મોડલ”માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યું હતું. આ માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પર્યટન સચિવ શ્રી એસ.અસકર અલીએ જણાવ્યું હતું કે, આ ઉપલબ્ધિ ખરેખર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે પ્રાપ્ત થઈ છે. વડાપ્રધાનશ્રીના કુશળ માર્ગદર્શનમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં અને એમના અથાક પ્રયાસોના ફળસ્વરૂપે સંભવ આ સિદ્ધી મળી છે. જેમણે પર્યટન ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કર્યું છે. આ સન્માન પ્રદેશને એક પ્રમુખ લક્ષ્યના રૂપે સ્થાપિત કરવાની એમની પ્રતિબદ્ધતાને મજબૂતી આપે છે.
આ પુરસ્કાર નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીકિંજરાપુ રામમોહન નાયડુ અને પર્યટન રાજ્ય મંત્રી શ્રી સુરેશ ગોપી ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારના પર્યટન મંત્રાલયે પર્યટન સ્થળોના માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્ુત કરવાનારા ગામોને સન્માનિત કરવા માટે ‘સર્વશ્રેષ્ઠ ગામ’ પ્રતિયોગિતાની શરૂઆત વર્ષ 2023માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સંપદાવાળા ગામોની ઓળખ કરી એમને માન્યતા આપવી જે આર્થિક, સામાજીક અને પર્યાવરણીય પાસાંઓમાં સ્થિરતાના પ્રત્યે પ્રતિબધ્ધતાની સાથે સમુદાય આધારિત મૂલ્યો અને જીવનશૈલીને સંરક્ષણ અને પ્રોત્સાહન આપે છે.
‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ’ પ્રતિયોગિતાના પહેલાં સંસ્કરણ-2023માં પણ મંત્રાલયે દમણના દેવકા ગામને એવોર્ડ પ્રદાન કર્યો હતો અને આ વર્ષે આ પ્રતિયોગિતાના બીજા સંસ્કરણમાં દાનહના દૂધની ગામને આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. દૂધની ગામ પોતાની સ્થાયી ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પર્યટકોને હંમેશા આકર્ષિત કરે છે.
અત્રે યાદ રહે કે, દૂધની ગામનું પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક ધરોહર વિશ્વ પ્રસિદ્ધ છે. જે દર વર્ષે શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય બારેમાસ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.