September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: માર્ગ અકસ્‍માતમાં અકાળે મૃત્‍યુ થવાના બનાવો વધી રહ્યા છે, જેમાં ઘણા કિસ્‍સાઓમાં ઘરમાં કમાનાર મુખ્‍ય વ્‍યક્‍તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્‍ય અંધકારમય બની જાય છે. આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્‍દ્ર સરકાર દ્વારા ઘ્‍ંળષ્ટફૂઁર્તીદ્દશંઁ દ્દં રુશણૂદ્દશળત ંશ્‍ ણ્‍શદ્દ ર્ીઁફુ ય્‍યઁ પ્‍ંદ્દંશ્વ ખ્‍ણૂણૂશફુફૂઁદ્દ લ્‍ણૂત્ર્ફૂળફૂ, 2022 અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્‍ડ રનના (અજાણ્‍યા વાહનની ટક્કર) કેસમાં મૃત્‍યુ થાય તો રૂ. બે લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ.50 હજારની આર્થિક વળતરની જોગવાઈ છે. આ વળતર માટે આવેલી અરજીઓમાંનિર્ણય કરવા માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ કમિટી રચવામાં આવી હતી. જે કમિટી દ્વારા ચાર અરજી મંજૂર કરી ચારેય કેસમાં પ્રત્‍યેક મૃતકના વારસદારને રૂ. બે લાખનું વળતર મંજૂર કરવામાં આવ્‍યું હતું.
જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે વાહન અકસ્‍માતમાં મોતને ભેટલા મૃતકોના વારસદાર ઈન્‍દુબેન શંકરભાઈ પટેલ (રહે. ધોડીયાવાડ, ભદેલી દેસાઈ પાર્ટી, તા.વલસાડ), સુષ્‍મા સુજિત સિંગ (રહે. ગોકુલધામ સોસાયટી, ધરમપુર રોડ, વલસાડ), પૂજાબેન કિરણભાઈ રાઠોડ (રહે. ધનોરી, તા. વલસાડ) અને પ્રિતીબેન તરેશભાઈ ખેરગામકરને રૂ. બે લાખનું વળતર મંજૂરીના હુકમ એનાયત કરવામાં આવ્‍યા હતા.
આવા આકસ્‍મિક બનાવો અંતર્ગત કોઈ અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી હોય અને આ દરમિયાન મૃત્‍યુ કે ઈજા થવાના પ્રસંગે આ સ્‍કીમ હેઠળ વળતર માટે અરજી કરી શકાય છે. આવા કોઈ બનાવ બન્‍યા હોય તો કલેકટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી અરજી કરી યોજનાનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

શરાબ શોખીનો માટે ખેમાણી ગ્રુપે લોન્‍ચ કરી નવીનતમ પ્રિમિયમ વ્‍હિસ્‍કી ‘રોયલ રિસ્‍પેક્‍ટ’

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment