October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

આદિત્‍ય બાંગરે નામના યુવકનું આરોપી અમર શિંદેનું અપહરણ કરી હત્‍યા કર્યા બાદ લાશને પુનાથી લાવી વાપીમાં સળગાવી હતી

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.26: વાપી નેશનલ હાઈવે નજીક અવાવરુ જગ્‍યામાં પુના પોલીસ આરોપીને સાથે લાવી જ્‍યાં પુણેમાં હત્‍યા બાદ મૃત યુવકને વાપીમાં લાવી સળગાવાયેલ તે જગ્‍યા આરોપીઓએ બતાવતા વાપી-મહારાષ્‍ટ્ર પોલીસે અર્ધ સળગાવેલા મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા.
વાપી જીઆઈડીસી પોલીસ અને પુણે પોલીસે અપહરણ બાદ હત્‍યાના કેસની ગુંચ ઉકેલી હતી. પુણેના મહાલુંગે વિસ્‍તારમાં કેટલાક ઈસમોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. બાદ હત્‍યા કરી મૃતદેહને વાપી યુપીએલ બ્રિજ પાસે નજીકની અવાવરુ જગ્‍યામાં સળગાવી દીધો હતો. આ પ્રકરણમાં પુણે પોલીસે આરોપીને પકડી લીધો હતો ત્‍યારે આરોપીએ સમગ્ર ઘટનાની તમામ હકિકતો કબુલતા પોલીસ આરોપીને વાપી લઈ આવી હતી. જીઆઈડીસી પોલીસને સાથે રાખીને આરોપી યુવકે જે જગ્‍યા ઉપર લાશ સળગાવી હતી તે જગ્‍યા બતાવી હતી. જ્‍યાં તપાસ કરતા મૃત યુવકના સળગેલા અવશેષો મળી આવ્‍યા હતા. પુણે મહાલુંગે પોલીસ મથકના પી.એસ.આઈ. હત્‍યારા સાથે વાપી આવ્‍યા હતા. જ્‍યાં મોટો ઘટસ્‍ફોટ થયો હતો. જીઆઈડીસી પોલીસની મદદથી એફ.એસ.એલ. ટીમને બોલાવી જરૂરી સેમ્‍પલ લીધા હતા. હત્‍યા કરાયેલ યુવકનું નામ આદિત્‍ય ભાંગરે હોવાનું તપાસમાં બહાર આવેલ હતું. જ્‍યારે અપહરણ અને હત્‍યા કરનાર આરોપીનું નામઅમરશિંદે હોવાનું બહાર આવ્‍યું છે. ઘટનાથી વાપીમાં પણ અરેરાટી પ્રસરી ગઈ હતી.

Related posts

રોટરી ઈન્‍ટરનેશનલ દમણ ચેપ્‍ટર દ્વારા નાની દમણ સાર્વજનિક વિદ્યાલય ખાતે ઈન્‍ટરએક્‍ટિવ સેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાની સાગરખેડૂ સાયકલ રેલી આગામી સપ્‍ટેમ્‍બર માસમાં યોજાશે

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

Leave a Comment