Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પારડી બાલદા જીઆઇડીસીની એપોલો કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: કંપનીના બંને સુપર વાઈઝરો જ કંપનીનો તૈયાર માલ બારોબાર વેચતા ઝડપાયા

જીપીએસ સિસ્‍ટમ લગાવેલ ટેમ્‍પો વાપી અન્‍ય ટ્રાન્‍સપોર્ટમાં પહોંચતા સમગ્ર મામલો સામે આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: પારડી બાલદા જીઆઇડીસી ખાતે આવેલ એપોલો કંપની સેલોટેપ અને સ્‍ટ્રેચ ફિલ્‍મનું પ્રોડક્‍ટ બનાવે છે. કંપનીના પ્રોડક્‍ટમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો થતો હોય કંપનીના માલિક વરૂણભાઈ દેસાઈએ આ અંગેની પૂછપરછ આ કામ સંભાળી રહેલ કંપનીના બે સુપર વાઈઝરો આશિષ કુમાર પ્રવીણચંદ્ર નાઈ રહે.સ્‍વાતિ કોલોની પારડી હોસ્‍પિટલની પાછળ તથા સુભાષચંદ્ર રામદેવ યાદવ રહે.પ્રજાપતિ હોલની પાછળ પારડીની પૂછપરછ દરમ્‍યાન તેઓએ કટીંગ વખતે સ્‍ક્રેપમાં વધુ માલ નીકળતો હોવાનું જણાવ્‍યું હતું પરંતુ આ બંને સુપરવાઇઝરો પેકિંગ દરમિયાન ચોરીથી માલ સગવતે કરતા હોવાના શક ને લઈ કંપની માલિક વરૂણભાઈ દેસાઈએ તારીખ 27-9-2024 ના રોજ ફેક્‍ટરીમાંથીમાલ લઈ જતા ટાટા ટેમ્‍પો નંબર જીજે 15 એટી 1406 માં જીપીએસ સિસ્‍ટમ ફીટ કરી હતી અને ફેક્‍ટરીમાંથી માલ ભરી નીકળેલ ટેમ્‍પો વાપી શ્રી સીતારામ રોડ લાઇન્‍સ ટ્રાન્‍સપોર્ટમાં પહોંચ્‍યો હોવાનું જીપીએસ સિસ્‍ટમ દ્વારા ટ્રેપ થતા આ ટ્રાન્‍સપોર્ટમાં કોઈ માલ મોકલવાનો ન હોય કંપની માલિક વરૂણભાઈ દેસાઈ વાપી ખાતે સીતારામ ટ્રાન્‍સપોર્ટમાં જઈ તપાસ કરતા તેઓને પોતાની કંપનીના સેલોટેપના 23 કાર્ટુન એક કાર્ટુનની કિંમત 4923 લેખે કુલ રૂા.1,13,229 નો માલ મળી આવ્‍યો હતો ટ્રાન્‍સપોર્ટ માલિક ભરતભાઈ ભાનુશાલીને પૂછપરછ કરતા આ માલ સુરત ખાતે ભરતભાઈ ચાવડાને પહોંચાડવાનો હોવાનું જણાવ્‍યું હતું. વરૂણભાઈ ટેમ્‍પો ડ્રાઇવર સબીર જૈનુંદ્દીન શેખ રહે.કમલેશભાઈની ચાલ મોટી સુલપડ વાપીને પૂછપરછ કરતા તેણે પણ આ પ્રકારનો માલ અગાઉ પણ પહોંચતો કર્યો હોવાનું જણાવી એક ટ્રીપના હજાર રૂપિયા વધુ આ બંને સુપરવાઈઝર આપતા હોવાનું જણાવ્‍યું હતું કંપની માલિક વરૂણભાઇએ આ બંને સુપરવાઇઝરો સહિત ડ્રાઇવર અને માલ લેનાર વિરુધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે.

Related posts

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

Leave a Comment