October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ખાતે લાઈવ કન્‍સર્ટમાં ભાગ લેવા આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રશાસકશ્રીએ સ્‍મૃતિ ભેટ આપી ગાયિકાનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં આયોજીત ‘મોન્‍સૂન ફેસ્‍ટિવલ’ને અપાર સફળતા અને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આજે દમણ ખાતે મોન્‍સૂન ફેસ્‍ટિવલમાં લાઈવ કોન્‍સર્ટ માટે આવેલ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે શ્રેયા ઘોષાલનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું. તેમની સાથે તેમના પતિ શ્રી શિલાદિત્‍ય મુખોપાધ્‍યાય પણ ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ ગાયિકા શ્રેયા ઘોષાલને સ્‍મૃતિચિહ્ન પણ ભેટ કર્યું હતું.

Related posts

વલસાડ હાઈવે ઉપર ખાડા મુદ્દે યુથ કોંગ્રેસે કરેલા ચક્કાજામ મામલે સાત સામે ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

Leave a Comment