748 ઉમેદવારોનું રજિસ્ટ્રેશન થયું હતું: 17 જેટલી ખાનગી કંપની દ્વારા
નોકરી આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને કિલ્લાપારડીની જે પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં 748 ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમાંથી 17 ખાનગી કંપની દ્વારા 412 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ અવસરે રોજગાર અધિકારી પારુલબેન પટેલ દ્વારા રોજગાર કચેરીની વિવિધ સેવાઓ વિષે માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા ઉમેદવારોને જણાવ્યું અને સાથે નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનાં ઉમેદવારોને તેમની પસંદગી કરી એક તક આપી તેમનામાં રહેલી સ્કીલને બહાર લાવવાનો મોકોઆપવા નોકરીદાતાઓને આગ્રહ પૂર્વક સૂચન કર્યું હતું. ઈન્ચાર્ચ આચાર્ય ડો.જી.ડી.પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી કાર્યક્રમ સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવો, નોકરીદાતા, અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરતી મેળામાં હેમંતભાઈ દેસાઈ પ્રમુખશ્રી ધી પારડી એજ્યુકેશન સોસાયટી, જયપ્રકાશભાઈ ટ્રસ્ટીશ્રી, ધી પારડી એજ્યુકેશન સોસાયટી, દિપેશ શાહ કેમ્પસ ડીરેક્ટર એન.કે.દેસાઈ સાયન્સ કોલેજ પારડી, જિતેન્દ્રભાઈ પ્રોફેસર સ્વામી વિવેકાનંદ એમએસડબલ્યુ કોલેજ રોણવેલના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોલેજ અધ્યાપક અને પ્લેસમેન્ટ કમિટી અધ્યક્ષ મુકેશસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.