(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલીના પીઆઇ- કે.એચ. ચૌધરીની ઉપસ્થિતિમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ- સમીર કડીવાલા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ હર્ષદ પંડ્યા, હિતેશ પટેલ, મહેશ નંદાનીયા, આરએસએસના ભરતભાઈ કાપડિયા, ગરબા આયોજકો, મુસ્લિમ સમાજના રફીકભાઈ શેખ, મકબુલભાઈ, મહમદ યુસુફ, નઝીરભાઈ સહિતનાનીઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં પીઆઇએ નવરાત્રી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપવા જણાવી નવરાત્રી દરમ્યાન કોઈ પણ જાતના હથિયાર ન રાખવા અને અસામાજિક તત્વો દ્વારા કોઈ જાતનો વાદ વિવાદ કરી કાયદો હાથમાં લેશે તો તેઓની સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી.
