April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ સ્‍પોર્ટ્‍સ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી કાંતિભાઈ પટેલ સેવાનિવૃત્ત થતાં આપેલું વિદાયમાન

શારીરિક શિક્ષણ અધિકારી તરીકે કાંતિભાઈ પટેલે સ્‍પોર્ટ્‍સ વિભાગને આપેલી નવી ઓળખઃ સ્‍પોર્ટ્‍સ નિર્દેશક અરૂણ ગુપ્તાએ ઉપસ્‍થિત રહી આપેલી સ્‍મૃતિ ભેટ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણના સ્‍પોર્ટ્‍સ વિભાગમાં સહાયક શારીરિક શિક્ષણ અધિકારી તરીકે કાર્યરત શ્રી કાંતિભાઈ પટેલ આજે વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતાં તેમને ભાવપૂર્ણ વિદાય સન્‍માન આપવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર શ્રી અરૂણ ગુપ્તા, વિવિધ સરકારી શાળાઓના શારીરિક શિક્ષકો, સ્‍પોર્ટ્‍સ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્‍પોર્ટ્‍સ નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, આજનો દિવસ શ્રી કાંતિભાઈ એલ. પટેલની સાથે સાથે આ વિભાગ માટે પણ ખુબ જ ભાવનાત્‍મક અવસર છે. વર્ષોથી આપણી સાથે રહેવાવાળા અને આ વિભાગમાં 35 વર્ષથી વધુ સેવા આપનારા શ્રી કાંતિભાઈ પટેલ સરકારી સેવાથી નિવૃત્ત થઈ રહ્યા છે. જેમણે પોતાની ફરજ ખુબ જ નિષ્‍ઠાપૂર્વક બજાવી પોતાની અનોખી છાપ ઉભી કરવા શ્રી કાંતિભાઈ પટેલ સફળ રહ્યા હતા.
શ્રી કાંતિભાઈ પટેલે પોતાની 35 વર્ષની સરકારી સેવાનો આરંભ શારીરિકશિક્ષક તરીકે કર્યો હતો. ત્‍યારબાદ સહાયક શારીરિક શિક્ષણ અધિકારી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. શારીરિક શિક્ષણ અધિકારી તરીકે તેમણે પોતાના વિભાગને એક નવી દિશા આપવા સફળ રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં ખેલભાવના જાગે તેવા પ્રયાસ કરવા તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે.
પોતાના વિદાય સન્‍માનના પ્રતિભાવમાં શ્રી કાંતિભાઈ પટેલે ભાવુક થતાં જણાવ્‍યું હતું કે, મારૂં સૌભાગ્‍ય છે કે મને આ પ્રશાસનમાં સેવા કરવાનો અવસર મળ્‍યો અને સન્‍માનિત કરવા બદલ તેમણે આભાર પણ પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, મારો આગલો જન્‍મ પણ આ પ્રદેશની સેવા કરવા માટે મળે તેવી દિલની ઈચ્‍છા છે.

Related posts

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

vartmanpravah

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

Leave a Comment