Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

બોટ સાથે પોલીસે 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સામે કાર્યવાહી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના અનેક રસ્‍તા બુટલેગરો અજમાવતા હોય છે. તેમાં ક્‍યારેક દરિયા માર્ગે પણ દારૂ હેરાફેરી કરાય છે તેવો વધુ એક બનાવ વલસાડના નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લાવવામાં આવેલ દારૂનો જથ્‍થો પોલીસે ઝડપી પાડયો હતો.
ડુંગરી પોલીસને મળેલી બાતમી આધારે વલસાડ નાની ભાગળ દરિયા કિનારે સ્‍મશાન ભૂમિ પાસે રેડ કરીને દમણથી બોટમાં લવાયેલ 816 નંગ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો હતો. પોલીસને જોઈ જતા બોટના ત્રણ ખેપીયા ભાગી છૂટયા હતા પરંતુ નિતિન શાંતિલાલ ટંડેલને પોલીસ ઓળખી ગઈ હતી તેથી પોલીસે કોટીયા બોટ અને દારૂના જથ્‍થા સાથે 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપી વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

Related posts

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

દમણની દેવકા શાળાથી ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનની પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ કરાવી શરૂઆત

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

Leave a Comment