April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬: દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા ૦૧ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૪ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૧૦૮ નમૂનાઓ અને અને રેપિડ ઍન્ટિજન ૧૩ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી, સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૨૯૮૫ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૭,૨૫૨ અને બીજો ડોઝ ૭૨,૯૪૦ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૪૦,૧૯૨લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર યુવાનની કરપિણ હત્‍યાનો ભેદ ઉકેલાયો : કુહાડીથી ઘા કરનાર મુખ્‍ય આરોપી હજુ ફરાર

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

Leave a Comment