June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

ચોમાસામાં પાલિકા વિસ્‍તાર અને હાઈવે અને સર્વિસ રોડો તૂટી ફૂટી ખાડાના સામ્રાજ્‍યમાં પરિવર્તિત થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વર્તમાન ચોમાસાએ જિલ્લાભરના હાઈવે સહિતના રોડ બેહાલ થઈ ચૂક્‍યા હતા. વાહન ચાલકો બે-ત્રણ મહિનાથી ત્રસ્‍ત થઈ ગયા હતા પરંતુ હવે રાહતના સમાચાર છે. વાપી પાલિકા સહિત હાઈવેઓથોરિટીએ રોડ મરામતની કામગીરી પુરઝડપે આરંભી દીધી છે. આઠ-દશ દિવસમાં વાહન ચાલકોને સારા રોડ મળશે તેવો સુખદ અણસાર સાંપડયો છે.
વાપી પાલિકાના તમામ રોડ ખાસ કરીને ચલા ગોલ્‍ડ કોઈનથી ચલા ચેકપોસ્‍ટ સુધીનો રોડ વરસાદમાં બેહાલ થઈ ગયા હતા. બીજી તરફ સલવાવથી યુ.પી.એલ. પુલ સુધી મુખ્‍ય હાઈવે સહિતના બન્ને તરફના સર્વિસ રોડ તૂટી ફૂટી ખાડેખાડા પડી ગયા હતા. પરિણામે બે-ત્રણ મહિનાથી વાહન ચાલકોની કમ્‍મર તૂટી રહી હતી પરંતુ આ યાતના ભૂતકાળ બની જશે એવા સારા સમાચાર છે. હાઈવે ઓથોરિટી અને પાલિકા તંત્રએ આળસ ખંખેરી રોડનું નવિનિકરણ અને મરામતની કામગીરી યુધ્‍ધના ધોરણે આરંભી દીધી છે. વૈશાલી પુલ સહિત આજુબાજુના સર્વિસ રોડનું નવિનિકરણ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળના વર્ષોમાં વાપીના રોડની સ્‍થિતિ આટલી બધી ખરાબ નહોતી પરંતુ આ વર્ષે તો વાપી સહિત હાઈવેનો કોઈપણ રોડ બચ્‍યો નહોતો. તમામ રોડ તૂટી ચૂક્‍યા છે. ખેર હવે સારા રોડ બને એવું વાપીની જનતા ઈચ્‍છી રહી છે.

Related posts

દાનહ કલેક્‍ટર કચેરી 1જાન્‍યુઆરી, 2023થી નવી બિલ્‍ડીંગમાં કાર્યરત થશે

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

Leave a Comment