October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

‘વિકસિત ભારત’ અભિયાનમાં જોડાવાની તક માટે લોકોને ભાજપના સભ્‍ય બનાવવા કાર્યકરોને વિનોદ તાવડેએ કરેલી હાકલ

દમણ અને દીવ બેઠકની લોકસભાની ચૂંટણીમાં જેમણે ભાજપને મત આપ્‍યા છે તે તમામને સભ્‍ય બનાવવા આપેલું જોર

‘વિકસિત ભારત’ના લક્ષને સાકાર કરવા માટે સારા ગુણવત્તાયુક્‍ત અને મજબૂત કાર્યકર્તાઓની આવશ્‍યકતાઃ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ

દમણ-દીવમાં 31 હજાર કરતા વધુ સભ્‍યોની થયેલી નોંધણી બદલ પ્રદેશ ભાજપના સદસ્‍યતા અભિયાનના સંયોજક મહેશભાઈ આગરિયાએ કાર્યકર્તાઓને આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશની એક દિવસીય ઉડતી મુલાકાત લીધી હતી. પોતાના પ્રવાસના પહેલા સેશનમાં સવારે નાની દમણ ખાતે હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા અને મોરચાના પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક લઈ સદસ્‍યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્‍યુંહતું. આ બેઠકમાં દીવ જિલ્લાનું ભાજપ સંગઠન પણ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ જણાવ્‍યું હતું કે, પોતાની જીંદગીમાં પહેલી વખત દમણમાં આવ્‍યા છે. પરંતુ પોતાના કોલેજ કાળ દરમિયાન વાપી સ્‍ટેશન થઈ સેલવાસ ખાનવેલ ખાતે ઘણી વખત ગયા હતા. તેમણે વનવાસી આશ્રમની પણ લીધેલી મુલાકાતની યાદ આપી હતી.
ખુબ જ સહજતાથી અને વિનોદવૃત્તિ સાથે રાષ્‍ટ્રીય મહામંત્રી અને ભાજપના સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક શ્રી વિનોદ તાવડેએ જણાવ્‍યું હતું કે, વિકસિત ભારત અભિયાનમાં જોડાવાની તક માટે લોકોને ભાજપ સાથે જોડવાના છે. ગત લોકસભાની ચૂંટણીમાં જેમણે ભાજપને મત આપ્‍યા છે તેમને સભ્‍ય બનાવવા ઉપર ખાસ ભાર મુક્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતે મેળવેલી વૈશ્વિક સિદ્ધિની પણ જાણકારી આપતાં શ્રી તાવડેએ જણાવ્‍યું હતું કે, તમે જ્‍યારે વિદેશ જાવો છો ત્‍યારે ત્‍યાં ભારતીયને મળતી ઈજ્જતથી પણ પ્રતિતિ થાય છે. તેમણે લાભાર્થીઓને 100 ટકા લાભ મળી રહે તે માટે બેંકમાં જન ધન ખાતાના કરેલા કારગર ઉપાયની પણ જાણકારી આપી હતી.
દમણ અને દીવમાં જેટલા મતદારો છે તેટલાને ભાજપનાસભ્‍ય તરીકે નોંધવા પણ કાર્યકરોને આહ્‌વાન કર્યું હતું.
પ્રારંભમાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે દેશમાં ભાજપની શા માટે જરૂરિયાત છે અને ભાજપના સભ્‍ય શા માટે બનવું જરૂરી છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે સારા ગુણવત્તાયુક્‍ત અને મજબૂત કાર્યકર્તાઓની જરૂરિયાત છે.
પ્રારંભમાં સંઘપ્રદેશ ભાજપના સદસ્‍યતા અભિયાનના સંયોજક શ્રી મહેશભાઈ આગરિયાએ દમણ અને દીવે 31 હજાર કરતા વધુ સદસ્‍યોની કરેલી નોંધણી બદલ કાર્યકર્તાઓને અભિનંદન આપ્‍યા હતા. તેમણે આ જોશ જાળવી રાખવા પણ કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
આ કાર્યક્રમમાં દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ સહિત પદાધિકારીઓ અને અપેક્ષિતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રદેશના મીડિયા પ્રભારી શ્રી મજીદભાઈ લાધાણીએ ખુબ જ રસપ્રદ રીતે કર્યું હતું.

Related posts

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

સબકી યોજના સબકા વિકાસ યોજના અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હકારાત્‍મક્‍તાનો જયઘોષ

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

Leave a Comment