(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: અનુપ જલોટાના કાર્યક્રમ બાદ વાપીની મુસ્કાન ટીમે ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા. જેઓને દર મહિને રાશન કિટ આપવામાં આવી હતી અને આજે તેને છ મહિના પૂર્ણ થયા છે. આજે મુસ્કાન ટીમ માટે ખુશીનો દિવસ છે આજે ટીબીના 184 દર્દીઓ સાજા થયા છે આ બધા દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી. પારડી વિસ્તારમાંથી દત્તક લીધેલ પ0 દર્દીેઓમાંથી 42 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.